કઉં કરુણા નિધાન, વણ અર્થે નોયે વાત મારી રે, ૪/૪

પદ-૪- ૪૯પ
સુણ સાહેલી સદજાનંદ સંગાથે. એ ઢાળ.
કઉં કરુણા નિધાન,વણ અર્થે નોયે વાત મારી રે,
મેં તો જોયું મહારાજ,
બહુ વિઘ્‍ય રીત્‍યે મનમાં વિચારી રે.   ક.ટેક.
જાણું જાણ્‍યે અજાણે વાત કરી રે,
તેની ફોમ નથી રેતી ફરી રે,
પણ અંત્‍યે એમ નિપજે છે ખરી રે.    ક.૧
જાણું ભોળે ભાવે ભાંખો છો રે,
કયા સરખું તો કેડે રાખો છો રે,
પણ સર્વે ભેળું કઈ દાખો છો રે.        ક.ર
તેમાં સુખ દુઃખ કોયને લાગે છે રે,
સુણી વાત ને પાછું ભાગે છે રે,
તે તો પોતાને મુખે દુઃખ માગે છે રે.   ક.૩
તારી વાતલડીમાં જે મુઝાશે રે,
તેને અંતરે ઘાટ ઘણા થાશે રે,
કહે નિષ્‍કુળાનંદ અંત્‍યે કોચવાશે રે.   ક.૪

મૂળ પદ

મારા મનમાં વસી, મોહનજી મર્માળી મુર્ત્ય તારી રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી