સ્વામિનારાયણ નામને જે જપે રે, ૪/૪

સ્વામિનારાયણ નામને જે જપે રે, તેથી કાળ માયા મન કંપે રે સ્વા.

કામ ક્રોધનું જોર ન જાગે રે, લોભ મોહનો લાગ ન લાગે રે,

હરિ ભજન થકી સહુ ભાગે. સ્વા. ૧

આશા તૃષા જાયે ઉખડી રે, હરખ શોક તે ન કાઢે હડી રે,

રીસ ઇર્ષા ન શકે નડી. સ્વા. ર

સર્વે સુખની સંપતી પામે રે, મન લાગે નહીં અન્ય ભામે રે,

પછે ઠરી બેસે નર ઠામે. સ્વા. ૩

સ્વામિનારાયણનું નામ છે એવું રે, સુખદાયક સમજી લેવુંરે,

સત્ય નિષ્કુળાનંદને કેવું. સ્વા. ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ નામની, જપો માળારે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0