સાચા સ્નેહિ સહજાનંદ સ્વામી જાગોને જીવન મારા રે ૧/૧

સાચા સ્નેહિ સહજાનંદ સ્વામી, જાગોને જીવન મારા રે;
અક્ષરધામના નિવાસી આપે, અખિલ જગતથી ન્યારા રે...ટેક.
મૂર્તિ તમારી અતિ સુખકારી, શ્યામસુંદર મારા રે;
દાદાને પ્યારા ભકિતદુલારા, ભકતના અઘ હરનારા રે...સાચા૦ ૧
કાળજાના કોર મારા ચિત્તના ચોર, સર્વેને સુખ દેનારા રે;
આશ્રિત જનને જીતાવા મનને, જાગોને જગદાધારા રે...સાચા૦ ૨
દર્શન કારણ સંતો દુઃખી, દુઃખી અભય પરિવાર રે;
જાગીને જીવન દર્શન આપો, જ્ઞાનજીવનના આધાર રે...સાચા૦ ૩

મૂળ પદ

સાચા સ્નેહિ સહજાનંદ સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી