અષાઢે જો અલબેલડારે, સાલે અંતરે એંધાણ રાજ, ૨/૧૨

 અષાઢે જો અલબેલડારે, સાલે અંતરે એંધાણ રાજ,

વાલા નથી વિસરતું રે,                                                             ટેક.
ચડી ચાખડીયે આવતારે, જમવાને જીવન પ્રાણ રાજ.             વાલા. ૧
ભોજન કરાવી ભાવશુંરે, પીયુ ફેરવતા હાથ રાજ, વાલા.
પ્રેમે પૂજી પાવલીયાંરે, ધરતાં રદિયા મોઝાર રાજ.                 વાલા. ર
બેસી આનંદે ઓસરીયેરે, દેતા દરશન દયાળ રાજ. વાલા.
વાલી વાલી કરતા વાતડીરે, રૂડી રાજીપે રસાળ રાજ.            વાલા. ૩
વળી હેતે કરી હેરતારે, દેતાં સુખ મુને સારાં રાજ. વાલા.
નાથ નિષ્કુળાનંદનારે, આજ નાંખ્યા જો નોધારાં રાજ.             વાલા. ૪
 

મૂળ પદ

જેઠે માસે જાવું નોતુંરે, ઓચિંતાનું અલબેલ રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી