અવસરે અલબેલોજી આવશેરે, ૧/૪

 સાત પ્રકારના મહિના કયા, ને કિર્તનનો નહિ પાર,

સ્વામી નિષ્કુળાનંદને, એહિ ઉપન્યો વિચાર. ૧
રાગ ગરબી
સજની શ્રીજી મુજને સાંભરીયાંરે, ઢાળ.
અવસરે અલબેલોજી આવશેરે, મુજપર મેર્ય કરી મહારાજ.                 અ.
સંગે સંત લઇ શિરોમણીરે,
આવી કરશે હરિ મારાં કાજ.                                                               અ. ૧
દિન જાણીને હરિ દયા આણશેરે, જાણી વળી જીવન પોતાના જન.     અ.
અવગુણ અંતરમાં ધરશે નહિંરે, કરશે મુજપર મોટું મન.                    અ. ર
રથ વેલ્ય વેમાનને પાલખીરે, લાવશે વાહન વાલો બહુ વિધ.             અ.
અચળ વાત છે એ નહિ ચલેરે, પ્રભુ મારો પધારશે પ્રસિદ્ધ.                  અ. ૩
ધાશે વેગે વિલંબ નહિ કરેરે, તરત ટાળશે મારા તાપ.                        અ.
કહે એમ નિષ્કુળાનંદ નાથજીરે, શ્રી હરિ હરશે સર્વે સંતાપ.                  અ. ૪
 

 

મૂળ પદ

અવસરે અલબેલોજી આવશેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી