આવજો ઓરા આવજો ઓરા આવજો ઓરા રે, અમ ભણી આવજો ઓરા રે ૩/૪

આવજો ઓરા આવજો ઓરા આવજો ઓરા રે,
	અમ ભણી આવજો ઓરા રે, કરું હું નાથજી નોરા રે...ટેક.
ચટકંતી ચાલી ચાલ આવો નંદલાલા રે,
		પાઘડીના પેચમાં ફૂલના તોરા રે...અમ૦ ૧
ફૂલને હારે ફૂલ્યા આવો ઝૂલ્યા ઝૂલ્યા રે,
		જીવન જોઈને કરું કોડ પૂરા રે...અમ૦ ૨
શણગાર સજી સારા આવો મારા પ્યારા રે,
		સુંદર શોભતા અંગે ગોવિંદ ગોરા રે...અમ૦ ૩
નિષ્કુળાનંદના નાથ મારી છો મીરાંથ રે,
		હૈયું હરિ તમને જોવા કરે હિંસોરા રે...અમ૦ ૪
 

મૂળ પદ

વારણે જાઉં વારણે જાઉં વારણે જાઉં રે

મળતા રાગ

ઢાળ : નેણને નેણને જોઈ રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0