ગોરા ગોરા ગાલ તમારા, જોઇને ઉપજે વ્હાલ રે >સહજાનંદ મારા આત્મા ૩/૧૦

ગોરા ગોરા ગાલ તમારા, જોઇને ઉપજે વ્હાલ રે,સહજાનંદ મારા આત્મા, મને કર્યો નિહાલ રે... ગોરા૦ ૧
નમણી નાસિકા નાથ તમારી, મારી જીવન દોરી રે;લાલમલાલ આ હોઠે મારૂં, લીધું ચિત્તડું ચોરી રે... ગોરા૦૨
કુમળી કાયા જોઇને માયા, વ્યાપે મનમાં અપાર રે;કરવા લાગું ચુંબનવર્ષા, એવો ઉપજે છે પ્યાર રે... ગોરા૦ ૩
અંગો અંગ હું ભેટું તમને, આવોને મારા પ્રાણ રે;જ્ઞાન તમારો રહ્યો તલસી, આવોને સર્વ સુજાણ રે... ગોરા૦ ૪

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી