ખોળી ખોળીને ખોળીયું ખરા ખપવાળાની ખોટરે.૩/૮

 ખોળી ખોળીને ખોળિયું, ખરા ખપવાળાની ખોટ રે;
	જેને ન જોયે જાળવ્યા, સુણી સમજે સીધું સોટ રે...ખોળી૦ ટેક.
બીજા ઠેલ્યા ન ખસે ઠામથી, રોકે ત્યાં મૂકે દોટ રે;
	સુખ થવાના સાજને, ભાંગી લઈ કરે છે લોટ રે...ખોળી૦ ૧
જે કર્યાનું તે કરે નહિ, અણકર્યાની લીએ ઓટ રે;
	મરે પણ મૂકે નહિ, બાંધી મમતની જે મોટ રે...ખોળી૦ ૨
સ્વાર્થ અર્થે શબ્દની સહે, ચાકર થઈને ચોટ રે;
	સંત કહે જો સુખને તજે, તેશું પાડી તોટ રે...ખોળી૦ ૩
એવા અકોણા નરને કહીએ, હેતની વાતો કોટ રે;
	નિષ્કુળાનંદ કહે ન્યાયમાં, જાલ્યા પછીયે કરે જોટ રે...ખોળી૦ ૪ 
 

મૂળ પદ

મનની વાતું મનમાં રઇ ગઇ રઇરે.

મળતા રાગ

પરજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી