આવ્યા આવ્યા અલબેલો વર આજ, ૧/૪

 ગઇતિ ગઇતિ ભરવાને નિર, કેસરિયે વાગેરે નટવર દિઠડા એઢાળ

આવ્યા આવ્યા અલબેલો વર આજ,
ભુધરજી ભરેલ ભારે ભાવનાહો. મારાં ભાગ્ય, ટેક.
ભાવ્યા ભાવ્યા મન મારે મહારાજ,
આજના દિવસ તો અતિ ઉછાવના હો. મારાં ભાગ્ય, ૧
હરખી હરખી હું તો જોડી હાથ,
પાવલીયે પડીરે મારા પિવનેહો. મારાં ભાગ્ય,
નિરખી નિરખી થઇ છું સનાથ,
સુફલ કર્યો છે મેં મારા જીવને હો. મારાં ભાગ્ય, ર
સરીયાં સરીયાં સર્વે મારા કામ,
હામડલી હૈયાની આજ પુરી થઇ હો. મારાં ભાગ્ય,
હરીયાં હરીયાં દુઃખ ઘનશ્યામ,
નામને માતર ન્યુન નવ રઇ હો. મારાં ભાગ્ય, ૩
ભાગ્યાં ભાગ્યાં દુઃખ દૈ આનંદ,
સુખના સાગર આજ ઉલટ્યા હો. મારાં ભાગ્ય,
જાગ્યાં જાગ્યાં ભાગ્ય નિષ્કુળાનંદ,
પ્રેમના પ્રવાહ પ્રગટ્યા હો. મારાં ભાગ્ય, ૪

મૂળ પદ

આવ્‍યા આવ્‍યા અલબેલો વર આજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી