જોયું જોયું રસિયાનું રૂપ, ૨/૪

જોયું જોયું રસિયાનું રૂપ,
સુંદર શોભે છે આજ અંગો અંગે હો. મારો મિત, ટેક.
મોયું મોયું મન જોઇ સ્વરૂપ,
રૂપાળો ભરિયા છે આજ રૂડે રંગે હો. મારો મિત.૧
સારો સારો સજીને શણગાર,
અલવ્યનો ભીનો અમ ઘેર આવીયા હો. મારો મિત,
પ્યારો પ્યારો પ્રાણનો આધાર,
ભુધર ભલેરા મનડે ભાવીયા હો. મારો મિત, ર
શોભ્યા શોભ્યા સારો મારો સેણ,
માંથડે બાંધીને સુંદર મોળીયું હો, મારો મિત,
લોભ્યાં લોભ્યાં જન જોઇ નેણ,
નિરખીને લીધું છે સુખ અણતોળીયું હો. મારો મિત, ૩
રૂડા રૂડા લાગે છે રંગ રેલ્ય,
સલૂણો શોભે છે સખા સાથજીહો. મારો મિત,
થોડા થોડા હસે છે જો છેલ,
નિષ્કુળાનંદનો નવલ નાથજીહો. મારો મિત, ૪

મૂળ પદ

આવ્‍યા આવ્‍યા અલબેલો વર આજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી