લલાટ જોઇ ઉચાટ ટળે છે, મળે મહાસુખ અમને રે શ્રીજી મહારાજ પ્રાણ પ્યારા ૬/૧૦

લલાટ જોઇ ઉચાટ ટળે છે, મળે મહાસુખ અમને રે;
શ્રીજી મહારાજ પ્રાણ પ્યારા, વંદુ વાલમ તમને રે..લલાટ૦ ૧
કૃપાનિધિ શ્રીજી તમારા, વાલા લાગે છે કાન રે;
મુખારવિંદ માવ તમારૂ, જોઇને ભૂલું હું ભાન રે..લલાટ૦ ૨
હૈયામાં હેત ચડ્યું હિલોળે, હરિ થયો હું તમારો રે;
તમારે આશરે આવ્યો વાલા, ભલેને તારો કે મારો રે..લલાટ૦ ૩
જ્ઞાનજીવન કહે શ્રી હરિજી, તમને નહિ વિસારુ રે;
ભૂલતા નહિ હોને વાલા મને, એટલું માનજો મારું રે..લલાટ૦ ૪

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી