સહજાનંદ સિંધુરે દયાળુ દયાતણારે, ૨/૪

સહજાનંદ સિંધુરે દયાળુ દયાતણારે,

ઉલટીયા આજ ન રાખીરે ઓછ,

નિહાલ જો કીધારે કઇક કંગાલનેરે,

આપી આપી અધમ જનને જો મોછ. સહ. ૧

જેહિ નર પાસેરે નોતી એક નાસરીરે, જેમ તેમ કરીને ભરતા જો પેટ

ભુખ તેની ભાગીરે લાગી હુંડિ હાલવારે,

થયા થયા સુખી સભાગીયા શેઠ. સહ. ર

કણ કણ કાજેરે જે જણ જણ જાચતારે,

રેતા રેતા આઠો પોર જે આધેન,

તેને લઇ સોંપીરે સદાવ્રત સુખડીરે,

ભાગી ભાગી ભુખ થયું સુખ ચેન. સહ. ૩

પરિશ્રમ વિન્યારે પારસમણિ મળીરે,

રળીરળી વળી ન મળે જે મુલ્ય,

ઢળી ઢળી વળીરે સેર્યું સુખ વારનીરે,

ટળી ટળી ભીખ બુદ્ધિની જે ભુલ્ય. સહ. ૪

ઉદધી ઉલટે રે નિધિ નવ માંય છે રે, થાયે છે સેવતાં ઘણું જો સુખ,

નિષ્કુળાનંદરે આનંદ અતિ ઘણોરે, મહિમા તો મોટો ન કેવાયે મુખ. સહ. પ

મૂળ પદ

સહજાનંદ સિંધુરે, આજ મારે ઉલટ્યારે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0