ભાલ વિશાળ લાલ ચાંદલો, શોભે છે અતિ સારો રે શોભે કેસર તિલક પીળું ૭/૧૦

ભાલ વિશાળ લાલ ચાંદલો, શોભે છે અતિ સારો રે;
શોભે કેસર તિલક પીળું, ખેેંચે છે જીવ મારો રે...ભાલ૦ ૧
નેણ નાથના ધનુષ્ય જેવા, આંખડી અમી ભરી રે;
પાપણ પ્યારી પ્યારી લાગે, હૈયામાં ગઇ છે ગરી રે...ભાલ૦૨
મૂછનો દોરો લાગે સારો, દર્શને દુઃખ નિવારો રે;
કાળજુ સળગે તારે વિયોગે, આવીને વાલા ઠારો રે...ભાલ૦ ૩
મુખડું રૂપનું ધામ તમારું, ોંેંાસો ોંેંાસ સંભારુ રે;
જ્ઞાનજીવન કહે જીવન મારા, તમને કેમ વિસારુ રે...ભાલ૦ ૪

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી