ગોઠણ ગમતા મનમાં રમતા, પીંડી તમારી છે ન્યારી રે નેહે નાથજી નળા નિરખી ૧૦/૧૦

ગોઠણ ગમતા મનમાં રમતા, પીંડી તમારી છે ન્યારી રે;નેહે નાથજી નળા નિરખી, પાની ઘુંટી છે પ્યારી રે.. ગોઠણ૦૧
ચરણ કમળ છે વાલા વાલા, આપોને છાતિએ છાંપી રે;રાજી થઇને સુખ અતિશે, આપો છો દુઃખડા કાપી રે.. ગોઠણ૦ ૨
સોળે ચિહ્નમાં મોહે મનડું, ધ્યાને ધરે સંત સારા રે;તમારી મૂર્તિ સદા સંભારે, તે તો તમને છે પ્યારા રે.. ગોઠણ૦૩
જ્ઞાનજીવન કહે વાલા મારા, આવી આંગળિયું પ્યારી રે;
આપજો વાલા એટલું મને, રાખું સદાયે સંભારી રે.. ગોઠણ૦૪ 

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી