તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્ય જે જને બીજું જોયુંરે, ૧/૧૨

વૈષ્નવ જન તો તેનેરે કૈયે એ ઢાળ છે

આશા મારી એકસું, એક મારે આધાર,

એક તજી ભજે અન્યને, તેનો ધિક અવતાર. ઢાળ.

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્ય જે જને બીજું જોયુંરે,

ગયુંરે જીવિત વૃથા તેનું વિતિ, દુર્લભ દેહ ખાટી ખોયુંરે. ત. ૧

વાલાજીરે ધીક ધીક માત તાત કુળ તેનું,

જેનાં કુળમાં કમાણસ દોર્યુંરે.

પામીરે નરતન થયોરે વિષયી જન, તે તન વૃથા વગોયુંરે.ત. ર

વાલાજીરે શ્રાપ સરીખું જીવત વિતે તેહનું,

જેનું મનમોહનસું ન મોયુંરે.

પામીરે પારસ વામીરે વળતાં, કાચ પ્રપંચે મન મોયુંરે.ત.૩

વાલાજીરે અમૃત વેલ ઉખેડી અંતરથી,

વિખે જો વિખે બીજ બોયુંરે.

નિષ્કુળાનંદ કહે આનંદપદ હારી, વારી વલોણે વલોયુંરે.ત. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી