તમારી રે નયણ્યે અમૃત્ય અતિ વરસે, તેણે ટાઢું થયું છે મારૂં તનરે, ૧૧/૧૨

તમારી રે નયણ્યે અમૃત્ય અતિ વરસે, તેણે ટાઢું થયું છે મારૂં તનરે,

સર્વે રે અંગે સિચિ શિતલ કીધાં,

તેણે રસ બસ થયું મારૂં મનરે.તમા. ૧

વાલાજી રે આડી રે આંખ્યે જોયું અમ ઉપર્ય

જાણું જાદુ કરીને જીવનરે,

તે દનના જો અમે વસ્ય તમારે, નથી રયું જાતું રાત્ય દનરે.તમા. ર

વાલાજીરે વાંકી રે દ્રષ્ટે વિલોકી મારા વાલા,

કર્યું કામણ હર્યું મારૂં મનરે,

તે દિના અમે વસ્ય જો તમારે, તજી જો ભોગ ભુવન.તમા. ૩

વાલાજી રે લોકની લાજ આજ રંચ નહિ રાખું,

મર દાઝી મરે જો દુરિજન રે,

નિષ્કુળાનંદના નાથ તમ સાથે, અમે લેસું આલિંગન રે.તમા. ૪

મૂળ પદ

તમારૂં રે મુખ મેલીરે મારા વાલા, અન્‍ય જે જને બીજું જોયુંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી