કોયેક અમારી અરદાસ, કેજો જઇ કૃષ્ણને, ૧/૪

રાગ મંગલ
સખી કારતક માસે કંથ પીયુ ગયા પરહરી એ ઢાળ
 
કોયેક અમારી અરદાસ, કેજો જઇ કૃષ્ણને,પિયાઅંતર રહેછે ઉદાસ, દાસ સદા દર્શને.
પિયા મોર ચાયે ઘનઘોર, ચકોર ચાયે ચંદને,પિયા અમે અમારૂં જો મન, ચાયે નંદ નંદને,
પિયા ચાતુક મનમાં ચાયે, સદાયે સ્વાત્ય બુંદની,પિયા શશિ વિન્યા સંકુચાયે, કરમાયે કુમુદિની.
પિયા મોર કરે અતિ સોર, મેઘ મન નવ ધરે,કેકિ રહે કળા ભંગ, ઉમંગ વિના ફરે.
પિયા જેહને જેસું પ્રીત, ચિતવણી ચિત તેહની,પિયા મુકી પોતાનો જો મિત, કરે પ્રીત કેહની.
પિયા ચંદને અનેક ચકોર, ચંદ એક ચકોરને,પિયા મેઘને ઘણા જો મોર, મેઘ એક મોરને.
પિયા એમ અમારે તમે એક, જીવન રયાં જોઇને,પિયા એવી પડી ગઇ આંટ્ય, ન જોયે બીજા કોઇને.
પિયા એક તમારો આધાર, સાર મારી કીજીયે,પિયા નિષ્કુળાનંદના નાથ, દર્શન દાન દિજીયે. ૮ 

મૂળ પદ

કોયેક અમારી અરદાસ, કેજો જઇ કૃષ્‍ણને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી