ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી ૪/૧૨

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;
	અંતર ઊંડી જે ઇચ્છા રહે, તે તો કેમ તજાયજી...ત્યાગ૦ ૧
વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી;
	ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂરજી...ત્યાગ૦ ૨
કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;
	સંગ પ્રસંગે તે ઊપજે, જ્યારે જોગ ભોગનો થાયજી...ત્યાગ૦ ૩
ઉષ્ણ રતે અવની ઉપરે, બીજ ન દીસે બહારજી;
	ઘન વરસે વન પાંગરે, એમ ઇન્દ્રિ વિષે વિકારજી...ત્યાગ૦ ૪
ચમક દેખીને લોહ ચળે, ઇન્દ્રિય વિષય સંયોગજી;
	અણભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી...ત્યાગ૦ ૫
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અર્થજી;
	વણશ્યો રે વર્ણઆશ્રમથી, અંતે કરશે અનર્થજી...ત્યાગ૦ ૬
ભ્રષ્ટ થયો રે યોગ ભોગથી, જેમ બગડયું દૂધજી;
	ગયું રે ઘૃત મહી માખણથી, આપે થયું અશુદ્ધજી...ત્યાગ૦ ૭
પળમાં જોગી પળમાં ભોગી, પળમાં ગૃહી ને ત્યાગીજી;
	નિષ્કુળાનંદ કે એ નરનો, વણસમજ્યો વૈરાગ્યજી...ત્યાગ૦ ૮
 

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

આશ્રમ ભજનાવલિ
Live
Audio
1
0