ઋષભ કુંવરની રીતડી, સુણો સંત સુજાણજી, ૧૦/૧૨

ઋષભ કુંવરની રીતડી, સુણો સંત સુજાણજી,
સમર્થ ભરત નામે કરી, પ્રઠ્યો ખંડ પ્રમાણજી.  ઋ. ૧
રાજ તજી તપ આદર્યું, તજી સહુસું સનેહજી,
દયા માંઇ દુઃખ ઉપન્યું, થીયો મરગિસું નેહજી.  ઋ. ર
તેણે કરી તન ધારીયું, રીયું જ્ઞાન અભંગજી,
અંગીરા કુલમાં ઉપન્યા, રીયા સૌથી અસંગજી.  ઋ. ૩
માબાપ મેલી મરી ગયા, રીયાં ભાઇ ભોજાઇજી,
જડ જાણીને જેવું તેવું, અન્ન આપે તે ખાયજી.  ઋ. ૪
પાવા સારુ ખેત મોકલ્યા, ચોર લઇ ગયા ત્યાંયજી,
દેતાં બલીદાન દેવીએ, કરી કાલીયે સાયજી.  ઋ. પ
ત્યાંથી જડભરથ જોડીયા, રાયે લઇ સિબિકાયેજી,
નિષ્કુળાનંદ કે એ નૃપને, કયો સુખનો ઉપાયજી.  ઋ. ૬

 

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી