જડ ભરતની જાતના, જોગી જે જગ માંયજી, ૧૧/૧૨

જડ ભરતની જાતના, જોગી જે જગ માંયજી,ઇંદ્રિ મનને ઉપર્યે, રહે સત્રુ સદાયેજી. જ. ૧
વિવલ ન થાય વિષય સુખમાં, રહે પરવત પ્રાયજી,ધર્મ ધિરજ્ય મુકે નહિ, મર મસ્તક જાયેજી. જ. ર
આઠો પોરમાં એક ઘડી, ન માને નિજ દેહજી,તેના સુખ સારું શું કરે, ઉપાય નર એહજી. જ. ૩
હરી ઇચ્છાયે હરે ફરે, કરે જીવનો ઉધારજી,જેને મલે એવા જોગીયા, પામે તે ભવપારજી. જ. ૪
એવા જોગીને આવી મળે, જાણે અજાણે જનજી,નિષ્કુળાનંદ એ નરને, કરે પળમાં પાવનજી. જે. પ 

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી