આ અવસર આવો કરું અમે, વિનંતી વારમવાર, ૫/૧૨

 આ અવસર આવો કરું અમે, વિનંતી વારમવાર,

દુરબલ દીન હું દાસી તમારી, મારી સુંણજો પોકાર.     આ. ૧
પુત્ર કપુત્ર પડે જેહ પેટે, પિત્યા કરે પ્રતિપાલ,
અંગ અપંગ અંગે અતિ કોટી, જાણે પોતાનું બાલ.       આ. ર
અમે પળે પિયું પડયાં તમારે, તમે અમારે આધાર,
તે તમે સર્વે જાણો શામળીયા, શું કહું વારમવાર.         આ. ૩
અરસ પરસ દરશ દિયો અમને, વાલા વિલોકું હું મુખ,
નિષ્કુળાનંદના નાથ નિહાળે, દુર પલાય મારાં દુઃખ.    આ. ૪
 

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી