અનેક ગુણ કર્યા તમે અમને, તે વાલમ નહિ વિસારું, ૬/૧૨

 અનેક ગુણ કર્યા તમે અમને, તે વાલમ નહિ વિસારું,

એકો ગુણ નોતો અમ પાસે, એ સર્વે હેત તમારું. અ.               
પોતાનાં જાણી દયા દલ આણી, વાલા સુણાવી વેણું,
શિદને જુઠુ બોલીયે શામળા, તમ પ્રત્યે મારે લેણું. અ.            
લોકની લાજ ને કાજ ઘરનાં, તાજ કરાવ્યા જો તમે,
તે દિના તન મન તમને, અરપણ કીધાં છે અમે. અ.             
જેમ રાખો તેમ રેશું અમે, શામળા શરણ તમારી,
નિષ્કુળાનંદના નાથજી તમે, ઘણી ઘણીં રાખી અમારી. અ.    

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી