કોણ એ દ્રષ્ટિ વિચારી મારા વાલા, નવ દેખ્યા દોષ અમારા, ૮/૧૨

કોણ એ દ્રષ્ટિ વિચારી મારા વાલા, નવ દેખ્યા દોષ અમારા,મેરુ થકી જે મોટેરા અવગુણ, તે તમે વાલા વિસાર્યા.  કોણ. ૧
એવી ટેવ પડી પિયા તમને, નવ જુવો જીવનું કૃત્ય,કેવોયે જીવ આવે કોયે શરણે, તેને તારો તમે તર્ત.  કોણ. ર
એવી તકમાં આવી ગયાં અમે, તે થઇ ગયું અમારું કાજ,આપ મોટાઇ લઇ મારા વાલા, રાખીઅમારી જો લાજ.  કોણ. ૩
ધન્ય ધન્ય મારા પીયુજી તમને, ધન્ય તમારી ટેવ,નિષ્કુળાનંદના નાથ દયાળુ, ધન્ય ધન્ય સદ‌્ગુરુ દેવ.  કોણ. ૪ 

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી