દીન દયાળ ગુરુ દેવ દામોદર ૧/૪

દીન દયાળુ ગુરુ દેવ દામોદર, કૃપાનિધિ કૃષ્ણ કહાવે;
	કરુણા દૃષ્ટિ કરી જનને જુવે હરિ, દાસના દોષ હરિ હૈયે ન લાવે	-દીન૦ ૧
કોટિ અપરાધ તે જનના કાપવા, આપવા આનંદ હરિ હૈયે હીસે;
	કૈક કંગાલને તારવા નાથજી, આજ મહારાજની મરજી દીસે		-દીન૦ ૨
અખિલ બ્રહ્માંડના અધમ ઉદ્ધારવા, પૂરણ પરબ્રહ્મે પણ લીધું;
	પતિત એકે કોયે નરકમાં નવ પળે, આજ અલબેલડે એમ કીધું		-દીન૦ ૩
મન કર્મ વચને સત્ય કરી માનજો, અસત્ય મિથ્યા અમે શીદ ભાખ્યું;
	નિષ્કુળાનંદ હરિ નિત્ય ઊઠી ચિંતવે, આવે અધમ કોયે શરણ રાખ્યું	-દીન૦ ૪
 

મૂળ પદ

દીન દયાળ ગુરુ દેવ દામોદર

મળતા રાગ

ધ્યાન ધર ધ્યાન ધર (રાગ-પ્રભાતી કેદારો)

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0