ટેવ પડી તમને અધમ ઓધારવા, એહ વિના બીજું કાંય ન સુઝે, ૨/૪

ટેવ પડી તમને અધમ ઉદ્ધારવા, એહ વિના બીજું કાંઈ ન સૂઝે;
	અખંડ અવતાર તે અધમ ઉદ્ધારવા, એહ મર્મને કોઈ સંત બૂઝે		-ટેવ૦ ૧
નરતનુ ધારી એવું ના’વડે નાથજી, કોઈ જીવનું અકાજ કરતા;
	ભાવે કભાવે કોઈ તમને ચિંતવે, તેહનાં પાપ તમે તર્ત હરતા		-ટેવ૦ ૨
જેમ રવિના ઘરમાં રજની નવ મળે, તો આરાધ્યે અંધારું ક્યાંથી આપે;
	જાણે અજાણે જેમ અમૃતપાનથી, જનમ મરણ અંગે નવ વ્યાપે		-ટેવ૦ ૩
પોતાના ગુણ તે કોઈ નવ પરહરે, જેહમાં જેહવો ગુણ રહ્યો;
	નિષ્કુળાનંદ નર તન ધરી નાથજી, અધમ ઉદ્ધારણ એવો ગુણ ગ્રહ્યો	-ટેવ૦ ૪
 

મૂળ પદ

દીન દયાળ ગુરુ દેવ દામોદર

મળતા રાગ

ધ્યાન ધર ધ્યાન ધર (રાગ-પ્રભાતી કેદારો)

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી