અલબેલા આવો મારે ઓરડે, સારી કરીશ હું સેવા, ૨/૪

 અલબેલા આવો મારે ઓરડે, સારી કરીશ હું સેવા,

જીરે જોય તે જમવારે, લાવું મીઠાઇ મેવા.                   અલબેલા. ૧
વાલા શાક પાક સોયામણાં, રોટલી જો રૂપાળી,
હુંરે જમાડું તમે જમજોરે, વાલમા વનમાળી.                અ. ર
મુખવાસ લેજો મન ગમતા, આપું અવલ એલાચી,
પલંગ બીછાવીશ પોઢવારે, રૂડે ફૂલડે રચી.                 અ. ૩
વાલા પીયુજી વેલેરા પધારજો, ગિરધર મારે ઘેર,
નિષ્કુળાનંદના નાથજીરે, કરી અમ પર મેર.                અ. ૪

મૂળ પદ

મારે મંદિર પધારો હો માવજી, વાલા જોઉંછું વાટ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી