અધમના ઓધાર સંત કેતા સઇ, પણ મુજને તો ભરોસોજ નોતો૬/૮

અધમના ઓધાર સંત કેતા સઇ, પણ મુજને તો ભરોસોજ નોતો
માહેરી સાર કરી તમે માવજી, હવે આજ મુજને વિસવાસ પોત્યો.                   અ. ૧
તમ તણું દરશન તે મુજને કયા્ર થકી, જે પામર થઇને પેટ ભરતો,
જનમ મરણની ઘાંણીયે જોતર્યો થકો,
લખ ચોરાસી વળી ફેર ફરતો.                                                                     અ. ર
ડંડ દેતાં દન સુત હારિયા હરિ, પણ હું ન હાર્યો હેરાન કીધો,
તેહને શર્ણ આપીયું તમે શ્રી હરિ, ઇતો જસ અપારજ લીધો.                             અ. ૩
મારી કરણી સામુ ન જોયું તમે નાથજી,
તમે તમારો હરિ બરદ પાળ્યો,
નિષ્કુળાનંદને રાખીયો શરણે, ઇતો આડો આજ આંક વાળ્યો.                           અ. ૪
 

મૂળ પદ

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી