આજ અઢળક ઢળીયા અમ ઉપરે, અધમને વળી અભિદાન દેવા ૮/૮

 આજ અઢળક ઢળીયા અમ ઉપરે,
અધમને વળી અભિદાન દેવા,
સોળ કળા સહિત પધારરીયા શ્રીહરિ,
સર્વ જીવના વળી સાર લેવા. આજ. ૧
આ અવસર જે નર અમથો રયો,
તેહજ મુરખ નર મંદ મતિ,
દુઃખમાં સુખ તે માનીયું સઠપણે સહિ,
તેજ અભાગીયો નર આતમધાતી. આજ. ર
સાધન સહિત શિષ્ય સદ્ગુરુ શર્ણ ગ્રહે,
તેહને જ મોક્ષ આપે જ હરિ,
પણ પામર જીવતે પરમ પદ પામીયા,
ઇતો આજ આશ્ચર્ય વાત ખરી. આજ. ૩
માહેરૂં જોતાં મેં સર્વનું જાણીયું,
મન ક્રમ વચને કહો કોણ ચોખો,
નિષ્કુળાનંદને નાથ નિસ્તારીયો,
એતો ધર્મને મન્ય વળી થાય ધોખો. આજ. ૪

મૂળ પદ

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી