આવો ઓરા અમ ભણી રે હો, પિઉ ઘણો ઘણો તમારો રે પાડ, ૩/૮

 

આવો ઓરા અમ ભણી રે હો, પિઉ ઘણો ઘણો તમારો રે પાડ,
વાલા જોવા વાટડી રે હો, આવીને હું ઉભી છઉં રે કમાડ.            આવો. ૧
ચટકંતી ચાલસું રે હો, લટકંતા આવોને નંદલાલ,
આ આંખ્યે ભાળું આવતા રે હો, ત્યારે મારા મનમાં માનું નિહાલ.  આ. ર
આ અવસર અમથો રે હો, જાયે જોયા વિના જીવનપ્રાણ,
તો પિંડ ઘટે પાડવું રે હો, તૈયેં મેં તો પ્રીત કરી પરમાણ.               આ. ૩
અનેક શિર આગળે રે હો, ખોયાં મેં તો ખોટા સુખને રે કાજ,
આ તન જાશે તમ કારણે રે હો, રાજી છું હું નિષ્કુળાનંદના રે રાજ. આ. ૪

 

 

મૂળ પદ

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી