જડી મારા જીવશું રે હો, પ્રીતડી તમારી પ્રાણઆધાર, ૬/૮

જડી મારા જીવશું રે હો, પ્રીતડી તમારી પ્રાણઆધાર,તે તન જાતાં નહિ ટળેરે હો, પડી ગઇ અંતર પાર.  જડી. ૧
ચડ્યો પટે ચોલનો રે હો, મટે નહિ મજીઠનો જેમ રંગ,ટળે કેમ ટાળતાં રે હો, પડી જેમ ભાત્ય પટોલા સંગ.  જડી. ર
બની રેખા બાજુવે રે હો, જાયે નહિ ધોયે જેમ જરૂર,જે હારલ લઇ લાકડી રે હો, તે તો દેહ જાયે ન થાયે દુર.  જડી. ૩
જે તેલ તરીયા તણું રે હો, વળી તેતો ન ચડે વારંવાર,એમ પડી આંટી પ્રીતની રે હો, તમશું નિષ્કુળાનંદના આધાર. જડી. ૪ 

મૂળ પદ

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી