જોને મન તું મૂર્તિ, આડો અવળો દોડમા મનની વૃત્તિ હરિ વિના, બીજે ઠેકાણે જોડમા ૧/૪

જોને મન તું મૂરતિ, આડો અવળો દોડમા,
મનની વૃત્તિ હરિ વિના, બીજે ઠેકાણે જોડમા...૧
જોયા કરે શું ફરી ફરી, નથી માયામાં સુખ જરી,
કહું છું પાછો વળ મનવા, હરિશું હેત તોડ���ાં...૨
જયાં જ્યાં નજરુ જાય તારી, ત્યાં ત્યાં જોતું મોરારી,
એમ અભ્યાસ કર મનવા, દષ્ટિથી મૂર્તિછોડમાં...૩
ધ્યાન ધરને શ્રીજીતણું, થાશે સુખ અનંતગણું,
ધૂન કથા ને કીર્તન કર, નવરો ગપગોળા છોડમા...૪
સહજાનંદ સર્વોપરિ, આનંદકારી શ્રીહરિ,
જ્ઞાનજીવન હરિકૃષ્ણ વિના, બીજે તું હૈયું જોડમાં...૫

મૂળ પદ

જોને મન તું મૂર્તિ, આડો અવળો દોડમા

મળતા રાગ

વહેમ ભૂલી પ્રેમમાં મશગુલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી