આજ સહજાનંદ મળિયા રે ગઢપુરમાં, શ્રીગઢપુરમાં ને ગોપીનાથ ઉરમાં ૧/૧

આજ સહજાનંદ મળિયા રે ગઢપુરમાં,
			શ્રીગઢપુરમાં ને ગોપીનાથ ઉરમાં...આજ૦ ૦૧
મસ્તક ઉપર પાઘ પેચાળી, આંખલડી અણિયાળી રે...ગઢ-આજ૦ ૦૨
કેશર તિલક શોભે છે ભાલે, મનડાં હર્યાં છે વહાલે રે...ગઢ-આજ૦ ૦૩
કાનુમાં કુંડળ કંચન કળીએ, હાથે વેઢ દશ આંગળિયે રે...ગઢ-આજ૦ ૦૪
હૈડા ઉપર હાર હજારી, ગુણવંતા ગીરધારી રે...ગઢ-આજ૦ ૦૫
હીરા માણેક મોતીની માળા, હેમકડાં રૂપાળાં રે...ગઢ-આજ૦ ૦૬
શોભે છે રાતી હાથ હથેળી, મનરંજન રૂપાળી રે...ગઢ-આજ૦ ૦૭
કરમાં શોભે છે સોટી સારી, રંગીલી મૂર્તિ તારી રે...ગઢ-આજ૦ ૦૮
સોનેરી વાઘા શોભે છે સારા, ધર્મતણા દુલારા રે...ગઢ-આજ૦ ૦૯
ઘૂંટી ગોળ પીંડી પાતળીઓ, ચરણે પહેરી ચાખડીઓ રે...ગઢ-આજ૦ ૧૦
શ્રીહરિ કેરી મૂરતિ સારી, જાય નરસિંહ બલિહારી રે...ગઢ-આજ૦ ૧૧
 

મૂળ પદ

આજ સહજાનંદ મળિયા રે ગઢપુરમાં, શ્રીગઢપુરમાં ને ગોપીનાથ ઉરમાં

મળતા રાગ

ગરબી

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
3
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મોરે મંદિર
Studio
Audio
1
0