કાયા તારી જાશે ધૂળમા રોળાશે ભજન ધ્યાન કરી લે નહિ તો સમય વહી જાશે ૧/૧

કાયા તારી જાશે ધૂળમાં રોળાશે, 
ભજન ધ્યાન કરી લે નહિ તો સમય વહી જાશે... ટેક
દેહ તો મહા દુઃખ દેશે ને, પડશે ભૂંડી રીતે, 
પ્રભુ સાથે પ્રીતિ કરી લે, આતમરાજ તો જીતે, 
પળમાં દેહ જાશે, હતું નો‘તું થઇ જાશે...         કાયા૦ ૧
શરીર સમય સાનુકુળે તું, હરિના ગુણ ગાને, 
વિપરીત કાળે કોઇ નહિ થાય, આજથી સમજી જાને, 
કાલ જાણે કેવી થાશે, એની રાખો કેમ આશે...    કાયા૦ ૨
જ્ઞાનજીવન હરિ મૂર્તિમાં તું, પ્રેમથી બુડી જાને, 
વ્હાલો તને રાખશે પ્રેમે, હાલને સુખિયો થાને,
અવસર આવો જાશે, પછી તું પસ્તાશે...          કાયા૦ ૩ 

મૂળ પદ

કાયા તારી જાશે ધૂળમાં રોળાશે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી