પ્રભુજીને, પામવાનું તાન મારે મનવા કરતું પ્રીતડી, પ્યારા પ્રભુ હાંરે ૧/૧

પ્રભુજીને, પામવાનું તાન મારે,
મનવા કરતું પ્રીતડી, પ્યારા પ્રભુ હાંરે...ટેક.
પાખંડી ઓ મનવા, તૂં બેસે હેઠો કયારે,
મૂર્તિ મૂકી માવની, બીજું શું સંભારે...પ્રભુજીને૦ ૧
મળવંુ છે મહારાજને, વાત પાકી છે જ્યારે,
હવે રહે તૂં મૂર્તિમાં, નીકળીશ નહિ બારે...પ્રભુજીને૦ ૨
બા'રે દુઃખ અપાર છે, તને કહું છું વારે વારે,
જ્ઞાનજીવનના સ્વામીને, શા સારું વિસારે...પ્રભુજીને૦ ૩

મૂળ પદ

પ્રભુજીને, પામવાનું તાન મારે

મળતા રાગ

પધારોને, મોહન મરમાળા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી