ધન્ય ધન્ય શ્રી ગઢપુર ગામ રે, જીયાં સદા બિરાજે મારા શામ રે; ૧/૧

(રાગ: આવું રૂડું તે નંદજીનું ફળિયું રે એ રાગ )

ધન્ય ધન્ય શ્રી ગઢપુર ગામ રે, જીયાં સદા બિરાજે મારા શામ રે;

ધન્ય દાદા ખાચાર નામ દીપે રે, પ્રભુ પ્રગટને રાખીયા સમીપે રે....૧

શ્વેત શિખર ને ઝળહળ દીવા રે, ઇચ્છે દર્શન ઈંદ્રાદિ જેવા રે;

શિર કંચન કળશ ધ્વજ ફરકે રે, જાણે સમશા કરી સમીપ બરકે રે....૨

એવું મંદિરીયું છય દિશે સાજે રે, બાળ પ્રેમવતીનો ત્યાં બિરાજે રે;

માથે મુગટ ને મોરલી છે હાથે રે, ગિરધારી શોભે છે ગોપી સાથે રે....૩

નિત્ય નોબત ને ઘંટતાલ બાજે રે, નદી ઉન્મત નીર-ધીર ગાજે રે ,

એકાદશી ભાદર સુદ સારી રે, આવે સંઘ અનંત નરનારી રે....૪

જીયાં સંત વસે છે વૈરાગી રે, જેની પ્રીતિ પરબ્રહ્મ સાથ લગી રે,

જેણે ધામ શ્રી ગઢપુર દેખ્યું રે, તેનું નરસિંહ જીવન ધન્ય લેખ્યું રે...૫

મૂળ પદ

ધન્ય ધન્ય શ્રી ગઢપુર ગામ રે, જીયાં સદા બિરાજે મારા શામ રે;

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી