કોણ છોડાવે વ્હાલા કોણ મુકાવે તારી માયા તારા વિના કોણ છોડાવે ૧/૧

કોણ છોડાવે વ્હાલા કોણ મુકાવે, 
તારી માયા તારા વિના કોણ છોડાવે... ટેક.
એવી નઠારી તારી માયા નકારી છે, 
ભલભલાને તોબા તોબા કે'વારી દે, 
માથે બેસીને પોકે પોકે રડાવે... તારી૦ ૧
અનેક રૂપ ધરી જીવને નડે છે, 
છોડવા જ્યાં જાય ત્યાં તો સામી પડે છે, 
પકડી રાખીને અતીશે જ મુંઝાવે... તારી૦ ૨
અહં-મમત્વ એ તો જબ્બર જેલ છે, 
જીવને તે છોડવી શું છોકરાના ખેલ છે, 
વાળ રાખે કે પછી ભલે મુંડાવે... તારી૦ ૩
જ્ઞાનજીવન ત્રાહિ ત્રાહિ પોકારે, 
સહજાનંદ આવ્યો શરણે તમારે, 
બચાવી લેને કાંઇ જો દયા આવે... તારી૦ ૪ 

મૂળ પદ

કોણ છોડાવે વ્હાલા કોણ મુકાવે

મળતા રાગ

સોનાના બોર ઝુલે નંદકિશોર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી