સાચા સંતપુરુષનો સંગ, કદી નવ છોડીએ રે રહીને આધિન દિન ને રાત, અભિમાન તોડીએ ૧/૧

સાચા સંતપુરુષનો સંગ, કદી નવ છોડીએ રે,
રહીને આધિન દિન ને રાત, અભિમાન તોડીએ...ટેક.
સત્સંગ કરતા સ્વભાવ ટળે, તદુપાય બીજો કદીએ ન મળે,
એવું સમજી સંત શું પ્રીતિ જોડીએ રે...સાચા૦ ૧
વચનામૃતમાં કહ્યું છે એવું, ટોકે તેનાં ભેળા જ રહેવું,
અપમાનથી કંટાળી બીજે ન દોડીએ રે...સાચા૦ ૨
સંત છે અતિ નિર્પક્ષવાળા, જેમ છે તેમ જ કહેવાવાળા,
અવગુણ લઇને મોક્ષથી ન પડીએ રે...સાચા૦ ૩
સત્સંગે કોઇ વિઘ્ન નથી ભાઇ, તેથી સત્સંગ છે સુખદાઇ,
એકલા રહેતા ભરતની પેઠે પડીએ રે...સાચા૦ ૪
વચનામૃતમાં ગુઢાર્થ રહ્યો છે, શ્રીજીએ સત્સંગ મુખ્ય કહ્યો છે,
ભકતોની ભેળા જ આત્મબુદ્ધિ જોડીએ રે...સાચા૦ ૫
એકલાને જે મળે કલ્પકાળે, સત્સંગે તે મળે અલ્પકાળે,
સત્સંગે જ્ઞાન શીખીને વાસના તોડીએ રે...સાચા૦ ૬

મૂળ પદ

સાચા સંતપુરુષનો સંગ, કદી નવ છોડીએ રે

મળતા રાગ

રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી