હો જીવલડા રે આવો અવસર નહિ આવે ભગવાન ભજી લેને ભાવે ૧/૧

હો જીવલડા રે આવો અવસર નહિ આવે, ભગવાન ભજી લેને ભાવે...ટેક. સર્વે મેલીને જાવું છે ભાઇ મરી, મનુષ્ય તન આવું ન મળે ફરી, હો જીવલડા રે, સંતો શું કહી સમજાવે...ભગવાન૦ ૧ ભાવે ભજી લે તું હરિ હિતકારી, દુઃખદાયક છે માતપિતા નારી, હો જીવલડા રે, અંતે સાથે નહિ આવે...ભગવાન૦ ૨ મારા તારામાં આયુષ્ય પ્રજાળી, અંતે થવાનું આ બધૂં ધૂળ ધાણી, હો જીવલડા રે, દુઃખનો અંત નહિ આવે...ભગવાન૦ ૩ આ રે સંસાર છે દુઃખ કેરો દરિયો, આધિ વ્યાધિ ને ઉપાધિથી ભરીયો, હો જીવલડા રે, એમાંથી સુખ નહિ આવે...ભગવાન૦ ૪ સ્વારથી છે સહુ સગા ને સંબંધી, સ્વારથમાં બધી દુનિયા છે અંધી, હો જીવલડા રે, જ્ઞાનજીવન એમ ગાવે...ભગવાન૦ ૫

મૂળ પદ

હો જીવલડા રે આવો અવસર નહિ આવે

મળતા રાગ

હો મારા વાલા રે તારો ભરોસો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0