અધિક માસ આવ્યો નાવીયા, અલબેલો આ વારજી;૧૩/૧૩

 અધિક માસ આવ્યો નાવીયા, અલબેલો આ વારજી;

પુન્ય દાન કરે પ્રેમથી, નરનારી અપારજી.                               અધિક.૧
નાય નારી નર નીરમાં, સર સરિતા માંયજી;
મળવા કારણ માહારાજને, નેમ રાખી સદાયજી.                       અધિક.૨
બારે માસ પુરા થયા, વીત્યો માસ અધિકજી;
ધરમકુંવર નિજ ધામમાં, ઠેર્યા ઠાઉકા ઠીકજી.                            અધિક.૩
અરજ સુણી અલબેલડા, જાણી પોતાનો દાસજી;
અંતે વાસ પાસ આપજો, કવિ કે અવિનાશજી.                          અધિક.૪

મૂળ પદ

કારતક મહીને રે ક્યાં ગયા, મેલી ધર્મકુમારજી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી