અધમ ઓધારણ આ સમે, સહજાનંદ સ્વામી;૧/૪

 અધમ ઓધારણ આ સમે, સહજાનંદ સ્વામી;

પ્રગટ્યા પુરવ દેશમેં, જન અંતરજામી.             અધમ.૧
કાઠી કોલી કલિકાલમાં, મહા પાપી અપાર;
તેને તાર્યા આ સમે, ગણતાં નાવે પાર;            અધમ.૨
કણબી વરણ કોઇ કાલમાં, નથી પામ્યા કલ્યાણ
તેવા અગણિત તારીયા, આજ શામ સુજાણ.     અધમ.૩
ભ્રષ્ટમતી બહુ ભામની, વેદકર્મ વિહીણ;
ઓધારી અગણિતને, પ્રભુ પરમ પ્રવીણ.           અધમ.૪
એ આદિક કલિકાલમાં, નીચ જાતી અપાર;
અવિનાશાનંદ કે તારીયા, આજ ધર્મકુમાર.      અધમ.૫
 

મૂળ પદ

અધમ ઓધારણ આ સમે, સહજાનંદ સ્વામી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી