છેલ છપૈયાપુરમાં જી રે, પ્રગટ થયા કરી પ્યાર ૧/૪

છેલ છપૈયાપુરમાં જી રે, પ્રગટ થયા કરી પ્યાર;
	અધમ જન ઓધારવા જી રે, ધર્મકુંવર નિરધાર...છેલ૦ ૧
બાળલીલા બહુ ભાતની જી રે, સખા સહિત કરે શ્યામ;
	સુખ આપે અતિ શ્યામળો રે, પ્રીતમ પૂરણકામ...છેલ૦ ૨
આનંદ આપે અતિ ઘણો રે, ધામ દેખાડી સુખધામ;
	ભવ બ્રહ્માદિક ભાવથી જી રે, ગુણ ગાવે અભિરામ.....છેલ૦ ૩
નારાયણ સરમાં નાહ્ય છે જી રે, ગાય છે સુંદર ગીત;
	અવિનાશાનંદ નિત્ય ગાય છે જી રે, પ્રગટ લીલા કરી પ્રીત...છેલ૦ ૪
 

મૂળ પદ

છેલ છપૈયાપુરમાં જી રે, પ્રગટ થયા કરી પ્યાર

મળતા રાગ

ધાની

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
છપૈયાપૂરમાં
Studio
Audio
0
0