મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી૧/૪

 મને ઉગારો હે સ્વામી, મને સુધારો હે સ્વામી;
	હૈયાના હાર ઓ મારા પ્યાર, તમે સમર્થ સ્વામી છો...ટેક.
મને શરણે રાખો સ્વામી, દુ:ખ ટાળી નાખો સ્વામી;
	તમો મારા જીવનપ્રાણ, દુ:ખ જાણો છો સુજાણ...મને૦ ૧
મારે એક તમે રહો સ્વામી, મારે ટેક સદા રહો સ્વામી;
	મને સુખ તમારું દેજો, બીજી વાસના બાળી દેજો...મને૦ ૨
કહે જ્ઞાનજીવન હે પ્રાણ ! આપું તન-મન-ધન હે પ્રાણ;
	મારી ટાળી ખામી વાલમ, મને મળજો મારા પ્રીતમ...મને૦ ૩ 
 

મૂળ પદ

મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી

મળતા રાગ

મને ઉગારો હે સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી