મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે ૨/૪

મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે
વારી જોઇ જોઇ થાય બહુ ભાવ. મૂર્તિ.
ઉર ઉપર અલબેલા રે વાલા, પેર્યા છે ફૂલના હાર રે
શોભા ધામ સદા સુખકારી, સુંદર ધર્મ કુમાર. મૂર્તિ.૧
બાંધેલ બાજુને ગજરા રે કાજુ, ફુમકડાની જોડ રે
લેરખડા તારું રૂપ વિલોકી, લાજે કામ કરોડ. મૂર્તિ.૨
લાવણ્યતા જોઇ શારદા મોઇ, મોયા મોટા ભૂપ રે
પ્રાણજીવન મારા ચિતમાં રાખું, નિશદિન તારું રૂપ. મૂર્તિ.૩
કમલાવર તારું મુખડું જોઇને, લાજે પૂરણ ચંદ રે
તન ધન મન પર નાખે વારી, મંજુકેશાનંદ. મૂર્તિ.૪

મૂળ પદ

ઓરા આવો રે શ્રી ઘનશ્યામ

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રોનક પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
1
0