જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, હું તો નિરખું પ્રેમ ધરીને, ૧/૧

જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, હું તો નીરખું પ્રેમ ધરીને,  જમો.
ઘેબર સાટા જલેબીને ખાજા રે, બરફી પેંડા પતાસા જાજા રે.ફૂલવડી ને ભજીયા તાજાં રે.  જમો.૧
માલપૂડા શિરો સેવૈયા રે, બિરંજ હરિસૌ મોતિયા રે રસ રોટલી છે બળ ભૈયા રે.  જમો.૨
દૂધપાક પૂરી કંસાર રે, કેળા પોળીને સેવ છે સાર રે નરમ દાળ વડાને સુખકાર રે.  જમો.૩
કઢી વડી કરી પ્યારી રે, રૂડું રાઇતું ભાજી છે સારી વાલોળ વંતાક મેલ્યા વધારી રે.  જમો.૪
પરવળ કારેલા કંકોડારે, સકર કોળા ને ઘીંસોડા રેતળ્યા સુરણ મીઠા ઘીલોડાં રે.  જમો.૫
પાપડ કેરી આદિ અથાણું રે, ભાત ઘી સાકર દૂધ ઘણું રેટાઢું જળ પીજો ઘેલા તણું રે.  જમો.૬
જમી ચળુ કર્યું સુખ પાય રે, લીજે પાન બીડી હરિરાય રે 
મંજુકેશાનંદના નાય રે.  જમો.૭ 

મૂળ પદ

જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, હું તો નીરખું પ્રેમ ધરીને,

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


જમે મદન ગોપાલ
Studio
Audio
0
0