વાલો રંગ ગુલાલ ઉડાવતા હોરી ખેલે, ૧/૪

વાલો રંગ ગુલાલ ઉડાવતા હોરી ખેલે,
હોરી ખેલેરે હોરી ખેલે પ્યારો નંદકુમાર. રંગ.||ટેક ||
વાલો ગોવાળાને સંગ ગાવતા રંગ રેલે
રંગ રેલે રે રંગ રેલે રે રંગભીનો મોરા રંગ.૧
છેલો ગોપિકાને મન ભાવતા રંગ ડારે
રંગ ડારે રંગ ડારે રસિયો સુખકાર. રંગ.૨
ગોપીજનના મન લલચાવતા રંગ રાતો
રંગ રાતો રે રંગ રાતો જોઇ વાધે પ્યાર. રંગ.૫
મંજુકેશાનંદ હરિ ડારતા પિચકારી
પિચકારી રે પિચકારી રંગે ભરી અપાર. રંગ.૪

મૂળ પદ

વાલો રંગ ગુલાલ ઉડાવતા હોરી ખેલે,

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી