હોરી ખેલે શ્રી ઘનશ્યામજી વાલો લાગે ૪/૪

હોરી ખેલે શ્રી ઘનશ્યામજી વાલો લાગે
વાલો લાગે રે વાલો લાગે રમતા રંગ છેલ. ખેલે. ||ટેક||
રસ બસ થઇ રયા રંગમાં એને ન્યાલો
એને ન્યાલો રે એને ન્યાલો કરે સુંદર ખેલ. ખેલે.૧
હો હો શબ્દ ઉચારતા ખાંતે ખેલે
ખાંતે ખેલે રે ખાંતે ખેલે મોહન અલબેલ. ખેલે.૨
વાલો પિચકારી ભરી આવી ઉભો
આવી ઉભો રે આવી ઉભો ગોકુળયાની ગેલ. ખેલે.૩
મંજુકેશાનંદ કહે શામળો ઘણી કરતા
ઘણી કરતા રે ઘણી કરતા મોહનવર જેલ. ખેલે.૪

મૂળ પદ

વાલો રંગ ગુલાલ ઉડાવતા હોરી ખેલે,

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી