અનિહાંહાંરે ઝૂલે હિંડોળે કાન રંગીલો ૧/૨

શી કહું શોભા આજની, શોભે શ્રી ઘનશ્યામ;
અંગોઅંગ છબી નિરખતાં, લાજે કોટિક કામ.          ૧
હિંડોળો સુંદર અતિ, શોભા કહી નવ જાય;
નિરખી સહુ નરનારીનાં, ચિત્તડાં રહ્યાં લોભાય.       ૨
 
 
પદ ૭૦૯ મું. – રાગ સામેરી – પદ ૨/૪
અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે,
અનિહાંહાંરે મન મોહ્યુ મારું છેલા તારે તોરે;
શામળિયા શોભા બહુ સરસ ભરિયા, અનિહાંહાંરે તારા નેણાં તે ચિત્ત મારું ચોરે.       ૧
તારી આંખડલીની રેખા રાતી, અનિહાંહાંરે આવી વાગી કાળજડાની કોરે.                     ૨
તારી પાઘડલી આંટાદાર બણી, અનિહાંહાંરે આવી અટકી રહી દીલ મોરે.                  ૩
પ્રેમાનંદના પ્યારા ઘનશ્યામ પિયા, અનિહાંહાંરે રાખું જીવડલા મહીં જોરે.                   ૪

મૂળ પદ

અનિહાંહાંરે ઝૂલે હિંડોળે કાન રંગીલો

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી