અનિહાંહાંરે પ્યારો હિંડોળે વિરાજે ૨/૨

 અનિહાંહાંરે પ્યારો હિંડોળે વિરાજે 

અનિહાંહાંરે જોઇ કોટી મદન છબી લાજે.                                  ||ટેક||
હેમકડા બેઉ હાથમાં શોભે, અનિ. કેડે કંદોરો ઘુઘરી ગાજે.       
લટકાળે મારું મન હરી લીધું, અનિ.ફૂલ હિંડોળે છબી છાજે.     
હિંડોળે શોભે રંગલીનો, અનિ. દેખી દુરિજન છોને દાજે.           
મંજુકેશાનંદ હરિ આગે, અનિ. શુભ તાલ સરોદા વાજે.            

મૂળ પદ

અનિહાંહાંરે ઝૂલે હિંડોળે કાન રંગીલો

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી