અક્ષરપતી આવિયા અવતારી રે, ૧/૨

 પદ ૧/૨ (રાગ : નારાયણ નામ લેને તું પ્રાણી રે)

પદ ૧૭
અક્ષરપતી આવિયા અવતારી રે,
વાસુદેવ મુકુંદ મોરારી, અક્ષરપતિ આવિયા અવતારી રે;ટેક
કોટિ કોટિ બ્રહ્માંડના કર્તા રે, હરિભક્તો તણા દુઃખ હરતારે;
                        ભક્ત કારણ તન એ તો ધરતા...         અક્ષરપતિ.૧
શિવ સનક જનક ગુણ ગાવેરે, શેષ નારદ પાર ન પાવે રે;
                        અજ અમર દર્શને આવે..                     અક્ષરપતિ.૨
બ્રહ્મપુરતણા જે નિવાસી રે, જેના અગણિત મુક્ત ઉપાસી રે;
                        જેના ચરણમાં કોટિક કાશી..                અક્ષરપતિ.૩
જીવ ઝાઝાનાં કરવા કલ્યાણરે, દયાનિધિ દયાની ખાણરે;
                        ભરત ખંડમાં ઉગ્યા ભાણ....                 અક્ષરપતિ.૪
સર્વે ધામ તણા છો ધામી રે, વિનતી સદા નિષ્કામી રે;
                        એવા નારણદાસના સ્વામી...               અક્ષરપતિ.૫
 

મૂળ પદ

અક્ષરપતી આવિયા અવતારી રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી