સદા તારી છું હું જીવું તારા માટે કરુ તારી સેવા પ્રેમે દિને રાતે ૨/૪

સદા તારી છું હું જીવું તારા માટે;
કરુ તારી સેવા પ્રેમે દિને રાતે...સદા૦ ૧
તમને જાણે નહીં તે તો ભટકે વાટે;
તમને ભૂલીને નાથ જીવ શું રે ખાટે...સદા૦ ૨
મને સ્નેહે મળજો શ્રીજી વાટે ઘાટે;
મને રાખજો કેવળ તમારા માટે...સદા૦ ૩
કરી કૃપા અતિ તમે મારા માટે;
રૂડું જ્ઞાન આપ્યું તમે ઘાટે ઘાટે...સદા૦ ૪

મૂળ પદ

હું તો છું હરિ કેવળ તમારે માટે;

મળતા રાગ

એક દિવસ આવોને મારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી